સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન કરેલા Pixel કૅમેરા વડે દરેક પળને અચૂક ઝડપી લો તેમજ પોર્ટ્રેટ મોડ, નાઇટ વિઝન મોડ, ટાઇમ લૅપ્સ અને સિનેમૅટિક બ્લર જેવી સુવિધાઓના ઉપયોગથી અદ્ભુત ફોટા અને વીડિયો લો.
આકર્ષક ફોટા લો
• એક્સપોઝર અને વ્હાઇટ બૅલેન્સ નિયંત્રણો સાથે HDR+ - ખાસ કરીને ઓછી લાઇટ અથવા બૅકલિટ દૃશ્યોમાં, HDR+નો ઉપયોગ કરીને અદ્ભુત ફોટા લો.
• નાઇટ વિઝન મોડ - હવેથી તમને ક્યારેય પણ તમારા ફ્લૅશનો ઉપયોગ કરવાની ઇચ્છા નહીં થાય. નાઇટ વિઝન મોડ, અંધારામાં ખોવાઈ ગયેલી તમામ વિગતો અને રંગોને બહાર લાવે છે. એસ્ટ્રોફોટોગ્રાફીની સુવિધા વડે તમે આકાશગંગાના ફોટા પણ લઈ શકશો!
• સુપર રિઝોલ્યુશન ઝૂમ - દૂરથી જ એકદમ નજીક પહોંચી જાઓ. જ્યારે તમે મોટું કરો ત્યારે સુપર રિઝોલ્યુશન ઝૂમ તમારા ફોટાને વધુ શાર્પ બનાવે છે.
• લૉન્ગ એક્સપૉઝર - દૃશ્યમાં હલનચલન કરતા સબ્જેક્ટ બતાવવા માટે, તેમાં સર્જનાત્મક બ્લર ઉમેરો
• ઍક્શન પૅન - તમારા સબ્જેક્ટને ફોકસમાં રાખીને, બૅકગ્રાઉન્ડમાં સર્જનાત્મક બ્લર ઉમેરો
• મૅક્રો ફોકસ - નાનામાં નાના સબ્જેક્ટમાં પણ ચમકદાર રંગ અને જબરદસ્ત કૉન્ટ્રાસ્ટ
દરેક વખતે અદ્ભુત વીડિયો
• જોરદાર રિઝોલ્યુશન અને સ્પષ્ટ ઑડિયો સાથેના સફાઈદાર વીડિયો રેકોર્ડ કરો, ભીડભાડ અને ઝાંખા પ્રકાશવાળી જગ્યાઓમાં પણ
• સિનેમૅટિક બ્લર - તમારા સબ્જેક્ટની પાછળનું બૅકગ્રાઉન્ડ બ્લર કરીને સિનેમૅટિક ઇફેક્ટ ઉત્પન્ન કરો
• સિનેમૅટિક પૅન - તમારા ફોનની પૅનિંગ હિલચાલોને ધીમી કરો
• લોંગ શૉટ - કૅમેરા ડિફૉલ્ટ ફોટો મોડમાં હોય ત્યારે, બસ શટર કીને થોડીવાર દબાવી રાખીને, કૅઝુઅલ, ઝટપટ વીડિયો લો
Pixel 8 Pro વિશેષ સુવિધાઓ
• 50MP વધુ રિઝોલ્યુશન - વિસ્તૃત વિગતો સાથેના વધુ રિઝોલ્યુશન ધરાવતા ફોટા લો
• પ્રોફેશનલ કન્ટ્રોલ - ફોકસ, શટર સ્પીડ અને બીજી ઘણી સુવિધાઓની ગોઠવણ કરવાની ક્ષમતા સાથે હજી વધુ સર્જનાત્મક નિયંત્રણ રાખો
આવશ્યકતાઓ - Pixel કૅમેરાનું નવીનતમ વર્ઝન માત્ર Android 14 અને તે પછીના વર્ઝન પર ચાલતાં Pixel ડિવાઇસ સાથે જ કામ કરે છે. Wear OS માટેનું Pixel કૅમેરાનું એકદમ નવું વર્ઝન ફક્ત Pixel ફોન સાથે કનેક્ટ થયેલા Wear OS 3 (અને પછીના) ડિવાઇસ પર જ કામ કરે છે. અમુક સુવિધાઓ બધા ડિવાઇસ પર ઉપલબ્ધ નથી.
આ રોજ અપડેટ કર્યું
22 નવે, 2024