૧૨૩ નંબર્સ - ગણતરી અને ટ્રેસીંગ, આ શૈક્ષણિક એપ્લિકેશન સાથે બાળકો માટે શ્રેષ્ઠ નંબરો શીખવું એ વધારે આનંદદાયક છે!
સરળતાથી ઉપયોગ કરી શકાય અને બાળકો અને માતા-પિતાને સાથે રમી શકાય તેવી આ એપ્લિકેશનની મદદથી તમારા ચાલવા શીખતાં બાળકને અથવા પ્રિસ્કુલ બાળક ને નંબર્સ, ટ્રેસિંગ, ગણતરી અને બીજું વધારે શીખવા માટે મદદ કરો. ૧૨૩ નંબર્સ વિશિષ્ટ, રંગબેરંગી રમતો દર્શાવે છે જે બાળકોને રમતા-રમતા શીખવે છે, અને આ અનુકૂળ એપમાંથી મૂળભૂત સંખ્યા અને ગણતરી શીખવાનું સરળ બને છે.
૧૨૩ ગણિતની નંબર્સની દરેક રમતમાં બાળકોને પ્રત્યેક દિવસ શીખવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે મનોરંજક ગ્રાફિક્સ અને સાઉન્ડ્સ સાથે સંગ્રહિત સ્ટીકરોનો સમાવેશ થાય છે. માતા-પિતા તેમના બાળકની જરૂરિયાતોને અનુરૂપ દરેક રમતને કસ્ટમાઇઝ કરી શકે છે. પરંતુ, સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે, ૧૨૩ નંબર્સ ડાઉનલોડ કરવા અને માણવા માટે મફત છે. કોઈ થર્ડ-પાર્ટી જાહેરાતો અથવા એપ્લિકેશન માં ખરીદી નથી, બાળકોને શીખવા માટે ફક્ત સલામત અને મનોરંજક વાતાવરણ છે.
૧૨૩ ગણિતની નંબર્સ બાળકો માટે મનોરંજનથી ભરપૂર રમતોથી સુસજ્જ છે:
નંબર ટ્રેસીંગ- આ બાળકો માટેની રંગીન મીની ગેમની મદદ થી નંબર્સનાં આકારો શીખો. બાળકો સ્ક્રીન પર આકાર ટ્રેસ કરવા માટે ચમકદાર દિશા-નિર્દેશકને અનુસરે છે જે સરળ છે!
ગણતરી કરવાનું શીખો - વિવિધ પ્રકારની ઓબ્જેક્ટ્સ સ્ક્રીન પર પ્રદર્શિત થશે. બાળકો ઓબ્જેક્ટ્સ ની ગણતરી કરે છે અને વ્યક્તિગત રીતે નંબરો શીખવા માટે દરેક પર ટેપ કરે છે.
નંબર મેચિંગ - એક નંબર સ્ક્રીનની ટોચ પર ફુગ્ગા માં પ્રદર્શિત થાય છે. બાળકો નંબરને ઓળખીને સ્ક્રિનની નીચેથી સાચા નંબરને ડ્રેગ કરશે.
ખાલી જગ્યા ભરો - એક એડવાન્સ રમત જે અંતમાં ખાલી જગ્યા સાથે ક્રમાંકિત સંખ્યા બતાવે છે. ક્રમ પૂર્ણ કરવા માટે બાળકો ખાલી જગ્યા ભરે છે.
૧૨૩ ગણિતની નંબર્સ એ મનોરંજક એપ્લિકેશન છે જે પ્રિ-સ્કુલ, ચાલવા શીખતું બાળક અને બાલમંદિરનાં બાળકો માટે યોગ્ય છે. માતા-પિતાને કસ્ટમાઇઝ કરી શકાય તેવા રમતનાં વિકલ્પો ગમશે અને શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બાળકોને સુંદર ગ્રાફિક્સ, મનોરંજક સાઉન્ડ ઇફેકટ્સ, સંગ્રહિત સ્ટીકરો અને મનોરંજક રમતો દ્વારા વ્યસ્ત રાખવામાં આવશે.
માતા-પિતાને નોંધ:
૧૨૩ નંબર્સ પર કામ કરતી વખતે, અમે શક્ય એટલું શ્રેષ્ઠ અને સૌથી મનોરંજક શૈક્ષણિક અનુભવ બનાવવા માંગતા હતા. અમે સ્વયં પણ માતા-પિતા છીએ અને પેઇડ, થર્ડ-પાર્ટી જાહેરાતો અને એપ્લિકેશનમાં પેઈડ ફીચર્સ, શીખવાની પ્રક્રિયામાં નિરાશાજનક અવરોધો હોઈ શકે છે તે જાણીએ છીએ. આનો સામનો કરવા માટે, અમે પેઇડ એપની બધી સુવિધાઓ એક જ પ્રિસ્કુલ અનુકૂળ પેકેજમાં શામેલ કરી છે, જેનાથી માતા-પિતા અને બાળકો માટે આરામદાયક અને સહેલું બને છે. આતે બરાબર તે જ પ્રકારની શૈક્ષણિક એપ્લિકેશન છે જે આપણે આપણાં પોતાના બાળકો માટે ઇચ્છતા હતા, અને અમને લાગે છે કે તમારા પરિવારને પણ ગમશે!
બાળકો માટે નવી વસ્તુઓ શીખવી સરળ છે, તેથી ગણિતનાં નંબરો શીખવા અને તેને ગુજરાતીમાં ગણવાની ખૂબજ મજા આવે છે.
બાળકોની આ રમત 49 ભાષાઓમાં ઉપલબ્ધ છે.
ગુજરાતીમાં ૧૨૩ ગણિતની નંબર શીખવા માટે બાળકોની આ અદ્ભુત ગેમ ડાઉનલોડ કરો.
આ રોજ અપડેટ કર્યું
17 જુલાઈ, 2024