what3words એ ચોક્કસ સ્થળોને ઓળખવાની સરળ રીત છે. પ્રત્યેક 3 મીટર ચોરસ ને વિશિષ્ટ ૩ શબ્દ નું સંયોજન આપવામાં આવ્યું છે: એક what3words નું સરનામુ.
હવે તમે ત્રણ સરળ શબ્દોનો ઉપયોગ કરીને ચોક્કસ સ્થાનો શોધી, શેર કરી અને માર્ગદર્શન લઇ શકો છો.
what3words નો ઉપયોગ કરી:
- માત્ર ત્રણ શબ્દોનો ઉપયોગ કરીને દુનિયામાં ગમે ત્યાં તમારો રસ્તો શોધો.
- મળવાના ચોક્કસ સ્થળ ની યોજના કરો.
- લોકોને તમારા ફ્લેટ, વ્યવસાય અથવા airbnb પ્રવેશ શોધવામાં સહાય કરો.
- હંમેશા તમારા પાર્કિંગ ના સ્થળ પર પાછા જવાનો રસ્તો શોધો.
- ઘટનાના અહેવાલોથી લઈને ડિલિવરી પ્રવેશ સુધીના મુખ્ય કાર્ય સ્થળોને સાચવો.
- સૂર્યાસ્ત, રોમાંચક સ્થળ, તમારી પ્રિય કિરાણાની દુકાન જેવા તમારા મનપસંદ યાદગાર સ્થળો ને સાચવો.
- લોકોને ચોક્કસ પ્રવેશદ્વારો પર નું માર્ગદર્શન આપો.
- ઈમરજન્સી સેવાઓને તમને શોધવામાં મદદ કરો.
- યોગ્ય સરનામા વિના ના દૂરસ્થ સ્થળોને શોધો.
તમે મુસાફરી માર્ગદર્શિકાઓ, વેબસાઇટ સંપર્કો, આમંત્રણો, મુસાફરી બુકિંગ પુષ્ટિકરણો અને અન્ય માં what3words જોઈ શકો છો - તમે ગમે તે સ્થળની માહિતી સામાન્ય રીતે મેળવશો. જો તમને કોઈ મિત્રના ઘરે આમંત્રિત કરવામાં આવ્યા હોય, તો તેમને તેમનું what3words સરનામું શેર કરવા કહો.
પ્રચલિત વિશેષતાઓ:
- Google Maps સહિત માર્ગદર્શન ની એપ્લિકેશનો સાથે સુસંગત
- તમારા પ્રિય સ્થળોને સાચવો અને તેમને યાદીઓમાં વર્ગીકૃત કરો
- ઓટો સજેસ્ટ તમને ચપળ સૂચનો સાથે સંકેત આપે છે
- હિન્દી, મરાઠી અને તમિલ જેવી 12 ભારતીય ભાષાઓ સહિત 50 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે
- દિશાસૂચક મોડ સાથે ઑફલાઇન માર્ગદર્શન લો
- ડાર્ક મોડ સહાય
- ફોટામાં what3words સરનામુ ઉમેરો
- Wear OS
જો તમને કોઈ સમસ્યા અથવા પ્રશ્નો હોય, તો અમને
[email protected] પર ઈમેલ કરો