Signal એ એક મેસેજિંગ ઍપ છે જેમાં ગોપનીયતા તેના કેન્દ્ર સ્થાને છે. તે મફત અને ઉપયોગ કરવામાં સરળ છે, મજબૂત એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન સાથે તમારી વાતચીતોને સંપૂર્ણપણે ખાનગી રાખે છે.
• ટેક્સ્ટ, વૉઇસ મેસેજ, ફોટા, વીડિયો, GIF અને ફાઇલો વિનામુલ્યે મોકલો. Signal તમારા ફોનના ડેટા કનેક્શનનો ઉપયોગ કરે છે જેથી તમે SMS અને MMSની ફી ટાળી શકો.
• તમારા મિત્રો સાથે ક્રિસ્ટલ-ક્લિયર એન્ક્રિપ્ટેડ વૉઇસ અને વિડિયો કૉલ્સ વડે વાત કરો. ગ્રૂપ કૉલ્સ 40 સુધીના લોકોને સપોર્ટ કરે છે.
• 1,000 જેટલા લોકો સુધી ગ્રૂપ ચેટ વડે જોડાયેલા રહો. એડમિન પરવાનગી સેટિંગ્સ સાથે કોણ પોસ્ટ કરી શકે તે નિયંત્રિત કરો અને ગ્રૂપના સભ્યોને મેનેજ કરો.
• ઇમેજ, ટેક્સ્ટ અને 24 કલાક પછી આપમેળે ગાયબ થઈ જતી વિડીયો સ્ટોરી શેર કરો. ગોપનીયતા સેટિંગ્સથી દરેક સ્ટોરી કોણ જોઈ શકે છે તેના પર તમે નિયંત્રણ રાખી શકો છો.
• Signal તમારી ગોપનીયતા માટે જ બનાવવામાં આવેલું છે. અમે તમારા વિશે કે તમે કોની સાથે વાત કરી રહ્યાં છો તે વિશે કશું જાણતા નથી. અમારા ઓપન સોર્સ Signal પ્રોટોકોલનો અર્થ એ છે કે અમે તમારા મેસેજ વાંચી શકતા નથી કે તમારા કૉલ્સ સાંભળી શકતા નથી. કે પછી બીજું કોઈ પણ તેમ કરી શકતું નથી. કોઈ છુપા દરવાજા નહીં, કોઈ ડેટા એકત્રીકરણ નહીં, કોઈ બાંધછોડ નહીં.
• Signal સ્વતંત્ર છે અને નફા માટે નથી; એક અલગ પ્રકારની સંસ્થાની એક અલગ પ્રકારની ટેકનોલોજી. 501c3 બિનલાભકારી સંસ્થા તરીકે અમે તમારા દાન દ્વારા સમર્થન મેળવીએ છીએ, નહીં કે જાહેરાતકર્તાઓ કે રોકાણકારો દ્વારા.
• સપોર્ટ, પ્રશ્નો અથવા વધુ માહિતી માટે કૃપા કરીને https://support.signal.org/ ની મુલાકાત લો
અમારો સોર્સ કોડ જોવા માટે, https://github.com/signalapp ની મુલાકાત લો
Twitter @signalapp અને Instagram @signal_app પર અમને ફોલો કરો
આ રોજ અપડેટ કર્યું
21 નવે, 2024